મોરબીના જેતપર – અણિયારી ફોરલેન પ્રોજેકટમાં નડતર રૂપ દબાણો ઉપર બુલડોઝર ફર્યું

- text


ગ્રામ પંચાયત અને સંયુક્ત ટીમો દ્વારા હાઇવેમાં નડતર રૂપ દબાણ હટાવી 50 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ

મોરબી : મોરબી – જેતપર – અણિયારી ફોરલેન રોડ પ્રોજેકટમાં જેતપર ગામના ગામ તળમાં અનેક દબાણો ઉભા થયેલ હોવાથી ફોરલેન પ્રોજેકટ વિલંબમાં પડતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે મેગા ડિમોલિશન હાથ ધરી અંદાજે 50 હજાર ચોરસમીટર જમીન ખુલ્લી કરવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-જેતપર – અણીયારી માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો રાજ્ય ધોરી માર્ગ છે. જેમા મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગિકરણ તથા જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં રીસરફેસિંગ કરવાની કામગીરી, ત્યારબાદની લંબાઈમાં અણીયારી ચોકડી સુધીમા દસ મીટર પહોળો કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.

જો કે, જેતપર ગામતળમા માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક્ની જગ્યા ઉપ્લબ્ધ ન હોવાથી હયાત રસ્તાના ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં ફક્ત રીસરફેસિંગની જ કામગીરી હાલના કામમાં સમાવેશ કરવામાં આવેલ, જે કામગીરી દુકાનદારો દ્વારા કરેલા દબાણને કારણે અટકેલી હતી. જે દબાણ હટાવવા દુકાનદારોને ગ્રામ-પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવા છતા દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કરેલ ન હતુ. જે દબાણ આજ તા.28ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજ હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ઇ.ચા. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)- એચ.એ. આદ્રોજા, સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા, નાયબ કાર્ય પાલક ઇજ્નેર (સ્ટેટ) ચંદ્રાલા, એ.ટી.ડી.ઓ. વી.એમ .જિવાણી, વિસ્તરણ અધિકારી પંચાયત, કલ્પેશ બારેજીયા, તા.પં.મોરબી દબાણ ક્લાર્ક ધર્મેન્દ્ર દેત્રોજા અને પીજીવીસીએલ તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ અને કાર્યવાહીમાં દસ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત પચાસ હજાર ચો.ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવેલ હતું.

- text

- text