સ્વેટર, મફલર અને ટોપી કાઢો, મોરબીમાં શિયાળો જામ્યો 

- text


લઘુતમ તાપમાનનો પારો 5થી 6 ડિગ્રી ગગળતા શિયાળાની સીઝનમાં પહેલો ઠંડો દિવસ, તાપમાન 15 ડિગ્રી 

મોરબી : શિયાળાની સિઝન શરૂ બાદ માવઠાની મોસમ વચ્ચે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે આજે વહેલી સવારે મોરબીમાં ઠંડીનો ભારે ચમકારો જોવા મળ્યો છે, ખાનગી હવામાન એજન્સીના મતે આજે મોરબીમાં તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ તાપમાનમાં આજે સોમવારે પાંચથી છ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગના મતે આજે સોમવારે રાજ્યના લઘુતમ તાપમાનમાં સડસડાટ પાંચથી છ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયો છે, આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો વડોદરામાં16.2 ડિગ્રી, સુરતમાં 22.4 ડિગ્રી, રાજકોટમાં 16.8, દ્વારકામાં 19 ડિગ્રી, ભૂજમાં 16.2 ડિગ્રી જ્યારે ડિસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

- text

વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઇપ્રેશરની અસર ઘટતાં શહેરમાં ઠંડા પવનો શરૂ થયાં છે. જેને કારણે એક જ દિવસમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડતા આજે રાજ્યના અનેક શહેરોમાં શિયાળાની સિઝન નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું, આગામી અઠવાડિયા સુધી ઠંડીનો પારો 13થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

- text