મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મોચી સમાજના કારીગરો માટે રજિસ્ટ્રેશન કરાયું

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે પીએમ વિશ્વકર્મા યોજના માટે મોચી સમાજના કારીગરો માટે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો જેમાં 70થી વધુ કારીગર ભાઈઓ-બહેનોને લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે સતવારા જ્ઞાતિની વાડી, રામજી મંદિર પાછળ, માધાપરા, મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીના સહકારથી સમસ્ત મોચી સમાજના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 70 થી વધુ ભાઈ બહેનોને આ યોજનાનો લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ ઝાલા તથા સર્વે જ્ઞાતિજનોનો સહકાર મળ્યો હતો.

- text

- text