ચાડધ્રામાં જીજ્ઞેશદાદાના વ્યાસાસને ભાગવત સપ્તાહનો પ્રારંભ : ભવ્ય પોથીયાત્રા નીકળી

- text


ગઢવી પરિવાર આયોજિત કથામાં જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને ભાગવતનું રસપાન કરાવ્યું

હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ગઢવી(ટાપરિયા)પરિવાર આયોજિત જીગ્નેશ દાદા (રાધે રાધે) ના મુખારવિંદેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ પોથી યાત્રા યોજાઇ હતી. આ પોથીયાત્રામાં ચાડધ્રા ગામ સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ચાડધ્રા ગામે આજે તારીખ 6-12 – 2023 થી 12-12-2023 સુધી સર્વે પિતૃના મોક્ષાર્થે માધુભા ડુંગરસિંહ ગઢવી તથા ગઢવી (ટાપરિયા) પરિવાર આયોજિત જીગ્નેશ દાદા રાધે રાધે ના મુખારવિંદેથી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી પ્રારંભ થયો છે. બપોરે પોથી યાત્રા યોજાયા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સાથે જ આજથી છ દિવસ માટે યોજાનાર શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ દરરોજ સવારે 9:30થી બપોરના એક1: 30 સુધી જીગ્નેશ દાદા રાધે રાધે ભાગવતનું શ્રોતાઓને રસપાન કરાવશે.

સાથે જ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રીના સુર,સંગીત અને સાહિત્યના કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાત ભરના 24 થી વધુ નામાંકિત કલાકારો હાજર રહે છે આજે તારીખ 6-12-2023ના રોજ રાત્રિના 9:30 યોજાનાર લોક ડાયરામાં કવિ શ્રી પ્રદીપભાઈ ગઢવી,બિહારીભાઈ હેમુભાઇ ગઢવી,દિગુભા ચુડાસમા,મોરારદાન ગઢવી, વિશાલભાઈ ગઢવી અને પ્રવીણ દાન ગઢવી હાજર રહેશે.

- text

- text