વાંકાનેરના મહિકા ગામના યુવકની ઉપવાસ આંદોલનની ચીમકી

- text


મોરબી : વાંકાનેરના મહિકા ગામના અનુ.જાતિના યુવકને તેના જ ગામનો એક વ્યક્તિ ત્રાસ આપતો હોય, અને આ મામલે પોલીસ તંત્ર સહયોગ કરતું ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટરને અરજી આપી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text

વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટરને કરેલી પોતાની રજુઆતમાં જણાવ્યું હતું તેમના ગામના એક વ્યક્તિ દ્વારા તેને વારંવાર હેરાન અને પરેશાન કરે છે અને એક વાર હુમલો પણ કરેલ છે. જેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ કરેલ છે. તેમજ આ મામલે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ મળેલ છે. પરંતુ પોલીસ પ્રોકેટેક્સનમાં રહેલા જવાનો સામે વાળાને માહિતી આપતા હોવાની અને પોલીસ તંત્ર ફરિયાદ કરવા છતાં સામેવાળા સામે કડક કાર્યવાહી ન કરતી હોવાનો અને યોગ્ય સહયોગ ન આપતો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ સામેવાળાના ત્રાસના કારણે યુવકે મહિકા ગામમાં રહી શકીએ તેમ ન હોય મોરબી કલેકટર કચેરી ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે.

- text