હળવદ યાર્ડમાં ખેડૂત સાથે તોલમાં ઘાલમેલ 

- text


એરંડાનું ઓછું બિલ મળતા ખેડૂતે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક દુકાનદારે એરંડા 53 મણ જોખી લીધાનું ખુલ્યું 

હળવદ : હળવદના માર્કેટ યાર્ડમાં એરંડા વેચવા આવેલા ખેડૂત સાથે ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ખેડૂત ઘરેથી જોખીને લાવેલા અરેડાનો તોલ ઓછો થતા શંકા જવાથી ખેડૂતે માર્કેટ યાર્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક દુકાનદારે કમિશન એજન્ટ ને કીધા વગર એરંડા બારોબાર જોખીને ઘાલમેલ કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. આથી આ મામલે ત્રણ જવાબદારો પાસેથી દંડ વસૂલી ગૌશાળામાં આપવાનું માર્કેટ યાર્ડએ નિર્ણય જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામના ખેડૂત 3 નવેમ્બરે 227 મણ એરંડા વેચવા માટે હળવદના માર્કેટ યાર્ડમાં ગયા હતા. આ ખેડૂતે માર્કેટ યાર્ડની 66 નંબરની દુકાને એરંડા ઉતાર્યા બાદ તા.4 નવેમ્બરે આ એરંડાની હરરાજી કરતા જય ભવાની નામની પેઢીએ આ એરંડાની ખરીદી કરી હતી. પણ 227 મણ એરંડા તેઓ ઘરેથી જોખી આવ્યા હોવા છતાં તોલ ઓછો થતા આ ખેડૂતને 173 મણનું જ બિલ આપતા ખેડૂતને કઈક ઘલમેલ થયાની શંકા જતા તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જય સ્વામિનારાયણની દુકાનવાળાએ 15 બોરી એટલે કે 53 મણ એરંડા કમિશન એજન્ટ ને જાણ કર્યા વગર જોખી લઇ ચાર દિવસ સુધી બિલ ન આપતાં ખેડૂતો સીસીટીવી કેમેરા ચેક કરાવતા સમગ્ર ભાડો ફૂટ્યો હતો

- text

જો કે આ ઘાલમેલના બનાવમાં દુકાનદાર પોતાની ગેરરીતિ માનવા તૈયાર ન હોય અને ખેડૂતની આ બાબતમાં હળવદ માર્કેટ યાર્ડ જવાબ જ ન આપતું હોય અંતે ખેડૂતે એક અરજી પોલીસને અને બીજી અરજી માર્કેટ યાર્ડને આપતા માર્કેટ યાર્ડના સતાધીશોને જવાબદારીનું ભાન થયું હતું. જેથી હળવદ માર્કેટ યાર્ડ ખેડૂતના ઘુંટણીયે પડી આ મામલે સામાધન કરવાનું નક્કી કર્યું હતું.જેમાં ઘાલમેલ કરનાર દુકાનદાર અને એરંડા ખરીદનાર અને કમિશન એજન્ટ સહિત ત્રણેય પાસેથી રૂ.11-11 હજારનો દંડ વસૂલી આ દંડ ગૌશાળામાં સેવા માટે આપવાનું માર્કેટ યાર્ડએ નક્કી કરી સંતોષ માની લીધો હતો.

- text