મોરબીમાં નવનિયુક્ત તલાટી – જૂનિયર ક્લાર્ક માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં પસંદગી પામેલા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અને જૂનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) કર્મચારીઓ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવનિયુક્ત કર્મચારીઓને નિષ્ણાત અને અનુભવી અધિકારીઓ, કર્મચારીઓ પાસેથી કામગીરી વિશેની પ્રાથમિક માહિતી મળી રહે તે ઉદ્દેશથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસીયા દ્વારા જિલ્લા પંચાયત ખાતે 8 નવેમ્બર અને 9 નવેમ્બર એમ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા નવનિયુક્ત કર્મીઓને શુભેચ્છા પાઠવાઈ હતી.

- text

આ તાલીમ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિશિષ્ટ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.

- text