મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈનું સન્માન

- text


મોરબી : મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાટીદાર શિક્ષકો દ્વારા તાજેતરમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 712 જેટલા પાટીદાર શિક્ષકોના મોરબી પાટીદાર શિક્ષક સમાજ સંગઠન દ્વારા તાજેતરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહી ન શક્યા હોય મોરબી પાટીદાર શિક્ષક સમાજના સૌ કાર્યકરોએ તેઓના કાર્યાલયે જઈને સન્માનપત્ર અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ સન્માન બદલ દુર્લભજીભાઈ દેથરીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text