હળવદના સુરવાવ ગામે બુટભવાની માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

- text


આજે 27 ઓક્ટોબરે રાત્રે ડાકલાની રમઝટ બોલશે

હળવદ : હળવદ તાલુકાના સુરવાવ ગામે બુટભવાની માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન ઉજવાય રહ્યો છે.

- text

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 26 ઓક્ટોબરના રોજ ચંડીયજ્ઞ અને મંડપમુહૂર્તનું આયોજન કરાયું હતું. જ્યારે આજે 27 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. આવતીકાલે 28 ઓક્ટોબરના રોજ સવારે 8-30 કલાકે માતાજીના પ્યાલા અને બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સમસ્ત રાઠોડ પરિવાર સુરવાવ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય બુટભવાની માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજિત ડાકલાના કાર્યક્રમમાં ડાકલા કિંગ જયંતીભાઈ વાઘ અને ભાગર્વી ઠાકોર ઉપસ્થિત રહેશે.

- text