હળવદના ઘનશ્યામગઢ ગામના ઋષિકેશ રાવલે પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી

- text


હળવદ : હળવદના નવા ઘનશ્યામગઢ ગામના વતની રાવલ નરેન્દ્રભાઈ એમ. (ટીના મહારાજ)નાં સુપુત્ર ઋષિકેશ નરેન્દ્રભાઈ રાવલે ‘પાણીની-હૈમ વ્યાકરણ શાસ્ત્રમાં કૃદન્ત પ્રકરણનો તુલનાત્મક અભ્યાસ’ વિષય પર સંશોધિત કરેલા મહાનિબંધને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ. ડી.ની પદવી આપી છે.

આ સિદ્ધિ બદલ તેમના ભાઇજી વીરેન્દ્રભાઈ એમ.રાવલ (નાથા મહારાજ), ભાઈ અમિતભાઈ વી.રાવલ, સરદાર પટેલ વિદ્યાલયનાં ટ્રસ્ટી મિત્રો રજનીકાંતભાઈ સબાપરા, આનંદભાઈ અઘારા, જીગરભાઈ એરવાડિયા, સંદીપભાઈ બાવરવા, નિલેશભાઈ લોરિયાએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text