જય માં આશાપુરા : કેદારીયા ગામે કાલે બુધવારથી યાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાશે

- text


માતાના મઢે જતા યાત્રિકોને જરા પણ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે જય વેલનાથ મિત્ર મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગામના પાદરમાં હાઇ-વે પર માતાના મઢે પગપાળા જતા યાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેને આવતીકાલે બુધવારે ખુલ્લો મુકવામાં આવશે.

હળવદ-માળીયા હાઈ-વે પર આવેલ કેદારીયા ગામે જય વેલનાથ મિત્ર મંડળ છેલ્લા સાત વર્ષથી માતાના મઢે જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હોય જેથી આવતીકાલે બુધવારે કેમ્પને ખુલ્લો મુકવામાં આવશે.આ કેમ્પમાં યાત્રિકો માટે ચા-પાણી, નાસ્તો, જમવાનું, રહેવાનું તેમજ આરામ કરવા માટે ઉત્તમ વ્યવસ્થા સાથેજ રાત્રી રોકાણ કરવા માટે પણ યાત્રિકો માટે વ્યવસ્થા કરાઈ છે. તેમજ અહીં કુલરની, ગાદલાની, બેસવા માટે ખુરશીઓ, મેડિકલ વિભાગ, નાહવા માટેની પણ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

- text

વધુમાં જય વેલનાથ મિત્ર મંડળ દ્વારા જણાવાયું હતું કે આ સેવા કેમ્પમાં ગામના તમામ સમાજના લોકોનો સારો એવો સાથ સહકાર મળી રહે છે જેના કારણે જ અહીંથી પસાર થતા યાત્રિકોને અમે ઉત્તમ સેવાઓ આપી શકીએ છીએ.

- text