ભૂલા પડેલા મધ્યપ્રદેશના બાળકનું પરીવાર સાથે મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ

- text


મોરબી : મધ્યપ્રદેશથી મોરબીની બસમાં આવેલ 8 વર્ષનો બાળક ભૂલથી નીચી માંડલ ગામે ઉતરી જતા ભૂલો પડી ગયો હતો. આ મામલે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસની ટિમે બાળકના મામાને શોધી કાઢી તેને બાળક સોંપી દીધો છે.

નીંચી માંડલ ગામના સરપંચ પ્રદિપભાઇ કુંડારીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટેલીફોનથી જાણ કરેલ કે, એક નાનો બાળક નીંચી માંડલ ગામ ખાતે બસમાથી ઉતરી ગયેલ હોય અને ભુલો પડેલ છે. જેથી પોલીસ ટીમે ત્યાં જઈને બાળકની પુછપરછ કરતા બાળકનુ નામ વિજયભાઇ રમેશભાઇ મૈડા ઉ.વ-૮ રહે.રામપુર ગામ તા-રાણાપુર જી-જામ્બુવા(એમ.પી) વાળો હોવાનુ જાણવા મળ્યું હતું. બાળકે જણાવેલ સરનામે રામપુરા ગામ તા-રાણાપુર જી-જામ્બુવા(એમ.પી) ખાતે તપાસ કરતા બાળકના સગા મામા હાલે ખોડાપીપર ગામ તા-પડધરી જી-રાજકોટ ખાતે ખેતી કામ કરતા હોય જેઓનો સંપર્ક કરીને બાળકના મામા પપ્પુભાઇ કિશનભાઇ ડામોરને બોલાવી તેને બાળક સોંપવામાં આવ્યો હતો.

- text

આ બાળકના સંબધી તેને શોધતા હોય જે હેમખેમ મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ, વીજયને પોતાના સગા મામા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસે માનવાતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, હેડ કોન્સ. જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ.આરીફભાઇ હસનભાઇ સુમરા, અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા, મનીષભાઇ જહાભાઇ મિયાત્રા રોકાયેલ હતા.

- text