ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.૩ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મેઇન્ટેનન્સ હેતુથી બંધ રાખવામાં આવશે. કામ પૂર્ણ થયે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.

- text

રામનગર JGY સવારે ૮:૦૦ વાગ્યા થી ૧ વાગ્યા સુધી ( વાંકડા ગામ તેમજ આજુબાજુનો વિસ્તાર), શુભ ઇન્ડ. સવારે ૭.૦૦ વાગ્યા થી બપોરે ૨.૦૦ વાગ્યા ( લખધીરપુર ગામ,સોસાયટી વિસ્તાર તેમજ તેની આસપાસનો વિસ્તાર), અને વીવાન્ટા ઇન્ડ. બપોરે ૩.૦૦ વાગ્યાથી બપોરે ૫.૦૦ વાગ્યા ( ત્રિલોકધામ, શિવપાર્ક-૧, શિવપાર્ક-૨ સોસાયટી વિસ્તાર તેમજ તેની આસપાસ નો વિસ્તાર) અને લીવા ઇન્ડસ્ટ્રીયલ તથા સિમેરો ઇન્ડસ્ટ્રીયલ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text