આવતીકાલે 4 ઓક્ટોબરે મોરબીમાં શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે

- text


મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું આવતીકાલે તારીખ 4 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી જિલ્લામાં ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે પ્રવેશ થશે.

મોરબી જિલ્લાના સનાતની હિન્દૂ ધર્મપ્રેમી જનતા દ્વારા ખુબ જ ઉત્સાહથી શૌર્ય જાગરણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ- મોરબી જિલ્લામાં તમામ ધર્મ પ્રેમી જનતાને આહ્વાન કરે છે. રામભક્ત અમર બલીદાનીયોની શૌર્ય ગાથા યાદ અપાવતી શૌર્ય જાગરણ યાત્રા આવતી કાલ તારીખ 4 ઓક્ટોબર ને બુધવારે સવારે 8.30 કલાકે હળવદના ચરાડવા ગામથી આંગળના રૂટ પર પ્રસ્થાન કરશે. ચરાડવા બાદ ગોકુળીયા, જુના દેવળીયા, સુળવદર, ધુળકોટ, જુના ઘાંટીલા, વેજલપર, કુંભારીયા, ખાખરેચી, અણિયારી, જેતપર ગામે ફરશે. રાત્રે 8 કલાકે જેતપર ગામે વિરાટ ધર્મ સભા યોજાશે.

- text

જ્યારે 5 ઓક્ટોબરના રોજ જેતપર ગામથી શૌર્ય જાગરણ યાત્રા સાપર, જસમતગઢ, ગાળા, ભરતનગર, આંદરણા, નીચી માંડલ, ઉંચી માંડલ, ઘુંટુ, મહેન્દ્રનગર ગામે પહોંચશે. તો આ શૌર્ય જાગરણ યાત્રામાં જોડાવા સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text