મોરબીની શિવપાર્ક સોસાયટીમાં રહેણાંકમાં જુગારધામ ઝડપાયું 

- text


સીટી બી ડિવિઝન પોલીસે 35,600 રોકડા સાથે 7 જુગારીઓને પકડી પાડ્યા 

મોરબી : મોરબીમાં શ્રાવણ માસ પૂરો થવા છતાં હજુ પણ જુગારની મોસમ ચાલુ હોય તેમ ગઈકાલે સામાકાંઠા વિસ્તારમાં આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 7 જુગારીઓને રોકડા રૂપિયા 35,600 સાથે પકડી પાડ્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલી શિવપાર્ક સોસાયટીમાં આરોપી હરપાલસિંહ જીલુભા ઝાલાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી હરપાલસિંહ જીલુભા ઝાલા, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ મગનભાઇ કડિવાર, અનિલભાઇ કુંવરજીભાઇ મુંજારીયા, વિરલભાઇ વિભાભાઇ મેવાડા અને મહેન્દ્રગીરી ખુશાલગીરી ગૈાસ્વામી તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારસ્થળેથી રોકડા રૂપિયા 35,600 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text