અવની ચોકડીએ ડૂબેલ માસુમ બાળકનો વાવડી નજીકથી મૃતદેહ મળ્યો 

- text


કેનાલ બંધ કરાવાયા બાદ મોડીરાત્રે બે વાગ્યે વાવડી નજીકથી મૃતદેહ મળી આવતા અરેરાટી 

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક ગઈકાલે સવારે રમતા રમતા કેનાલમાં પડી ગયેલા નેપાળી પરિવારના ત્રણ વર્ષના માસુમ બાળકનો 14 કલાકની શોધખોળ બાદ વાવડી ગામ નજીકથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક આશીર્વાદ બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા નેપાળી પરિવારનો ત્રણ વર્ષનો બાળક આયુષ વિરેન્દ્રભાઈ સુનાર રમતા રમતા કેનાલમાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યા બાદ બાળકને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે બીજીતરફ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાયું હોય ધસમસતા પ્રવાહ વચ્ચે ફૂલ જેવા કોમળ બાળકને શોધવામાં અંતરાય આવતા કેનાલ બંધ કરવામાં આવી હતી.

- text

બીજી તરફ કલાકો સુધી કેનાલ ખૂંદી નાખવા છતાં માસુમ આયુષ વિરેન્દ્રભાઈ સુનારની મોરબી ફાયર બ્રિગેડ વિભાગને કોઈ ભાળ ન મળતા આ કેનાલમાં આગળને આગળ તપાસ કરવામાં આવતા છેક વાવડી ગામ નજીકથી રાત્રીના બે વાગ્યાના અરસામાં લાશ મળી આવી હતી. માસુમ ફૂલ જેવા બાળકનો મૃતદેહ મળતા નેપાળી પરિવાર ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી

- text