વોટર રોકેટ અને ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ ઝળક્યા

- text


મોરબી : વર્લ્ડ સ્ટેમ રોબોટિક્સ ઓલમપેડ (WSRO) & સાયન્સ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ (STEM BOTIX) દ્વારા આયોજિત વોટર રોકેટ અને ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને રાજ્યકક્ષાએ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યની ATL (અટલ ટીંકરિંગ લેબ) ધરાવતી શાળાઓ તેમજ અન્ય તમામ શાળાઓ મળીને કુલ 180 શાળાઓના 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી સમગ્ર રાજ્યમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ATL લેબના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અને મીડિયા વિભાગમાં પ્રથમ ક્રમાંક પણ સાર્થક વિદ્યામંદિરે મેળવ્યો છે. રાજ્યકક્ષાએ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સાર્થક વિદ્યામંદિરની ડો. સી.વી. રામન ટીમના ડાભી ચંદ્રેશ, જગોદરા પ્રિન્સ, પરમાર શુભમ, ધરોડીયા ઓમ (ધોરણ-12(સાયન્સ) અને માર્ગદર્શક શિક્ષક- મયંક ગુરુજી રહ્યા છે. બીજા ક્રમે શાળાની ડો. વિક્રમ સારાભાઈ ટીમના ચાવડા અંશ, પવાર ગૌરવ, વર્મા નિલેશ, વૈષ્ણવ જૈમિત (ધોરણ-11 સાયન્સ) અને માર્ગદર્શક શિક્ષક- મયુર ગુરુજી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા એપ્રિસિયેટ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક સાર્થક વિદ્યામંદિર મીડિયા કોર્નર અને સ્ટેમ બોટિક્સ બેસ્ટ ટીચર એવોર્ડ શાળાના મયુર ગુરુજી અને મયંક ગુરુજીને મળ્યો છે.

- text

- text