માળીયાના વિરવિદરકા ગામે થયેલ હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ

- text


અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકી યુવાનને મોતને ઉતારતા મધ્યપ્રદેશના શખ્સનું નામ ખુલ્યું હતું, નામદાર મોરબી કોર્ટનો ચુકાદો

મોરબી : માળીયા તાલુકાના વીર વિદરકા ગામે ગત તા.12.1.2022ના રોજ યુવાનની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખવાના બનાવમાં પોલીસે મધ્યપ્રદેશના શખ્સને ઝડપી લીધો હતો. જે અંગેનો કેસ નામદાર મોરબી અદાલતમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો માળીયા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા રોહિત જીવાભાઈ સુરેલા ઉ.27 નામના યુવાનને ગામના વાડામા કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખતા આ બનાવના પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ નામદાર બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા 12 મૌખિક અને 32 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દલીલોને ધ્યાને રાખી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકને તકશીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારવા હુકમ કર્યો હતો.

- text

- text