ભગવાન બચાવે હવે તો ! બેલાથી પીપળી સુધી બે કલાકથી ટ્રાફિકજામ

રોડનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા રોજિંદી બની, કારખાનેદારો, નોકરિયાત વર્ગ અને વાહન ચાલકો તોબા પોકારી ગયા

મોરબી : મોરબીના પીપળી જેતપર રોડ પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની રહી છે. અહીં નવા બનતા ફોરલેન રોડના કામને કારણે દરરોજ ટ્રાફિક જામના વરવા દ્રશ્યો જોવા મળે છે જેમાં આજે પણ છેલ્લા બે કલાકથી બેલાથી પીપળી સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાઇ જતા દેકારો બોલી ગયો છે.

હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર ફોરલેન રોડનું કામ ચાલુ હોવાથી ઠેક ઠેકાણે રોડ ખોદી નાખી વનવે જેવી સ્થિતિ ઉભી કરાતા સિરામિક ઝોનમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા જેવો બન્યો છે. આજે છેલ્લા બે કલાક જેટલા સમયથી અહીં બેલાથી પીપળી સુધી ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.