વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

- text


રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ

મોરબી : સમગ્ર રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેરના ઢુવા ગામે નવા ઢુવા પ્રાથમિક શાળા ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ સાથે સર્વે મહાનુભાવોએ કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કર્યા હતા. સૌએ તિરંગાને સલામી આપી પંચ પ્રાણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ પ્રસંગે સાંસદ સાથે અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, તાલુકા વિકાસ અધિકારી ડી.કે. પરમાર સહિત સ્થાનિક પદાધિકારી, અધિકારીઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text