હળવદના ચુપણી ગામની સીમમાં વિજ કરંટ લાગતા ભેંસનું મોત

- text


વીજતાર તૂટીને પડ્યો હોય અને ભેંસ વીજપોલને અડી જતા મૃત્યુ

હળવદ : હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં આજે સવારના એક ભેંસ વીજપોલને અઢી જતા કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.બનાવને પગલે પીજીવીસીએલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું સાથે જ પશુ ડોક્ટરને બોલાવી મૃતક ભેંસનું પીએમ પણ કરાવવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.

થોડા દિવસ પહેલા ચૂંપણી અને રામપરાની સીમમાં વીજ કરંટ લાગવાથી ભેંસો અને ગાયોના મોત નીપજ્યા હતા.ત્યારે આજે ફરી ચૂંપણી ગામની સીમમાં સુંદરી ભવાની જવાના રોડ પર ગોપાલભાઈ ભવનભાઈ ભરવાડની ભેસો સીમમાં ચરવા માટે ગઈ હતી ત્યારે ત્યાંથી પસાર થતાં વીજ લાઈનનો તાર તૂટીને થાંભલા પર પડ્યો હોય જેના કારણે ભેંસ વીજપોલને અડી જતા મોત નિપજ્યું હતું.

- text

- text