મોરબી તાલુકાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરાવતા ડીડીઓ, હવે મામલતદારને સોપાશે

- text


મામલતદાર કચેરીને આજે જ 2004 પહેલાનો રેકોર્ડ સોંપી દેવાનો હતો, પણ જગ્યાના અભાવે થોડા દિવસ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે રખાયો 

મોરબી : મોરબી તાલુકાનો 2004 પૂર્વેનો તમામ રેકોર્ડ ડીડીઓએ પંચાયતના તલાટીઓ પાસે ચોખ્ખો કરાવી નાખ્યો છે. આજે આ રેકોર્ડ મામલતદાર કચેરીને સોંપાવાનો હતો પણ જગ્યાના અભાવે હાલ રેકોર્ડને થોડા દિવસો માટે જીલ્લા પંચાયતમાં રાખવામાં આવ્યો છે.

મહેસુલ વિભાગે વર્ષ 2012માં પરિપત્ર જાહેર કર્યો હતો કે 2004 પહેલાનો રેવન્યુ રેકોર્ડ છે તે દરેક ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર કચેરીને સોંપવામાં આવે. જે પરિપત્રની અમ્લવારી કરાવવા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ કમર કસી હતી. તેઓએ મોરબી તાલુકાના તમામ ગામોના તલાટીઓને આ રેકોર્ડ એકત્ર કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં આજે નિયત કરાયેલ દિવસ મુજબ તલાટીઓ છોટા હાથી અને કાર સહિતના વાહનોમાં પોતપોતાની વ્યવસ્થા કરીને રેકોર્ડ લાવ્યા હતા.

આ રેકોર્ડ મામલતદાર કચેરીએ લઇ આવવામાં આવ્યો હતો. પરંતુ તાલુકા મામલતદારે કચેરીમાં હાલ જગ્યા ન હોવાનું જણાવતા ડીડીઓએ જિલ્લા પંચાયત ખાતે બે રૂમ ફાળવી હાલ પૂરતો રેકોર્ડ ત્યાં રાખવાની વ્યવસ્થા કરી આપી છે. હવે એક- એક ગામના વારા પ્રમાણે જિલ્લા પંચાયતેથી મામલતદાર કચેરીમાં રેકોર્ડનું શિફ્ટિંગ કરાશે. ઉલ્લેખનીય છે કે આ રેકોર્ડમાં ગામ નમૂના નં.1, કાયમી ખરડો, ગામ નમૂના નં.6, હક્ક પતર્કના સાધનિક કાગળો, વારસાઈ રજીસ્ટર, તકરારી રજીસ્ટર, ફી રજીસ્ટર, ગામ નમૂના નં.16, કુવા બોર રજીસ્ટરનો સમાવેશ થાય છે.

- text

- text