મોરબીમા જુગારના ત્રણ દરોડા પાડી 12 જુગારીઓને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ

- text


ત્રાજપર, ભીમસર અને ખોડિયાર પાર વિસ્તારમાં દરોડા

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે ત્રાજપર, ભીમસર અને ખોડિયાર પાર વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડા પાડી 12 જુગારીઓને પાના ટીચતા રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામના અવેડા પાછળ દરોડો પાડી સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા, ભરતભાઇ રમેશભાઇ ઝંઝવાડીયા, વિશાલભાઇ ગજાભાઇ સાતોલા અને સીકંદરભાઇ ઇસ્માઇલભાઇ દાવલીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4700 કબ્જે કર્યા હતા.

જ્યારે બીજા દરોડામાં પોલીસે ભીમસર વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરૂભાઇ સામજીભાઇ પરમાર રવિભાઇ જયસુખભાઇ જાલા અને ભાણજીભાઇ પ્રાગજીભાઇ વાધેલાને તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત ત્રીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ખોડિયાર પાર નજીક કોસ્મિક સિરામિક સામે જુગાર રમી રહેલા આરોપી પ્રકાશભાઈ અજીતભાઈ હળવદીયા, રોહીતભાઈ ભુપતભાઈ કુઢીયા, અજયભાઈ વલ્લ્ભભાઈ હળવદીયા, જીગાભાઈ બાબુભાઈ ઓગાણીયા અને સાગરભાઈ રમેશભાઈ હળવદીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6450 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text