ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા. શાળા અને કન્યા પ્રા. શાળા ના સયુંકત ઉપક્રમે 75 મા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેરી માટી મેરા દેશ અંતર્ગત ખાખરેચી ગામમાં આવેલ સરોવર પાસે શિલા ફલકમની અનાવરણ વિધિ, વસુધા વંદન, વીર વંદન, હાથમાં માટી અને માટીના અમૃત કળશ સાથે પંચ પ્રતિજ્ઞા લયીને ધ્વજવંદન અને રાષ્ટ્ર્રગાન, આઝાદીની ચળવળમા ખાખરેચી સત્યાંગ્રહમા ગામના સ્વતંત્ર્ય સેનાની લીંબાભાઇ દેવશીભાઇ પારજીયાના વારસદારો રતિભાઈ મગનભાઈ પારજીયા, રાજુભાઈ મગનભાઈ પારજીયા તેમજ બીજા સ્વાતંત્ર્ય સેનાની ગંગારામભાઈ બેચરભાઈ બાપોદરિયાના વારસદાર રતિભાઈ કુંવરજીભાઈ બાપોદરિયાનુ મોરબી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર ચૌધરી તેમજ ખાખરેચી ગામના સરપંચશ્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે કાર્યપાલક ઈજનેર ચૌધરીએ શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને યાદ કરી તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમને ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, તમામ શાળાના આચાર્યો , ગામના તલાટી મંત્રી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પોલીસ વિભાગ તેમજ તમામ શાળાના શિક્ષકો અને ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

- text

- text