મોરબીના ભરતનગર ગામની શાળામાં ધારાસભ્યના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરાયું

- text


મોરબી : મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કાંતિભાઈ અમૃતિયાના હસ્તે શિલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે શહીદ વીરોને, આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ભરતનગર ગામના નિવૃત્ત આર્મીમેન ઈશ્વરભાઈ મૂળજીભાઈ અઘારા અને ઈશ્વરભાઈ જેરામભાઈ કાસુન્દ્રાનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. વસુધાવંદન કાર્યક્રમ અંતર્ગત કાંતિભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પંચપ્રણ કાર્યક્રમ હેઠળ હાથમાં માટીના દીવડા સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને એ માટી કળશમાં એકત્ર કરવામાં આવી હતી.તેમજ ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈએ પોતાના વક્તવ્યમાં શહીદ વીરોને યાદ કર્યા હતા અને પોતાના R.S.S. ના કાર્યકાળ દરમિયાનની જૂની યાદોને તાજી કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉત્તમ કાર્યદક્ષતાનો પરિચય પ્રસ્તુત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયા,તલાટી મંત્રી વિમલભાઈ નેસડિયા તેમજ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text