મોરબીના કોયલી ગામે 20 દિવસથી ગૂમ યુવાનનો મૃતદેહ મળ્યો 

- text


મોરબી : મોરબીના કોયલી ગામે રહેતો અઢાર વર્ષનો યુવાન વીસેક દિવસ પહેલા લાપતા થયા બાદ ગઈકાલે સાંજે બાવળની જાડીમાંથી કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના કોયલી રહેતો રવિ વીરાભાઇ કારોતરા (ઉ.18) નામનો યુવાન વિસેક દિવસ પહેલા ઢોર ચરાવવા ગયો હતો. એ પછી તે ગૂમ થઇ જતાં પરિવારજનોએ સતત શોધખોળ ચાલુ રાખી હતી અને પોલીસને જાણ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. દરમિયાન ગઇકાલે તેનો મૃતદેહ ડેમી નદીના કાંઠેથી બાવળની જાડીમાંથી કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.

- text

- text