મોરબીના રંગપર રોડ ઉપર એક કલાકથી ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા અને હજારો વાહનોની અવરજવર ધરાવતા વિશાળ રંગપર રોડ ઉપર આજે એક કલાકથી ટ્રાફિકજામ સર્જાયો છે. આથી રોડ ઉપર વાહનોની કતારો લાગી ગઈ છે. રંગપર રોડ ઉપર એક કલાકથી વાહન વ્યવહાર ઠપ્પ હોવાથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. જો કે હાલ જેતપર રોડનું કામ ચાલુ હોવાથી અને ઉપરથી રંગપર રોડ ઉપર ખાડા ખબડા હોવાથી આ ટ્રાફિકજામ થયો છે. ટ્રાફિકજામ થવાથી વાહનોના થપ્પા લાગી ગયા છે. આથી અનેક વાહન ચાલકોને ટ્રાફિકજામમાં ફસવાથી ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો છે.

- text

- text