માળીયા હાઇવે ઉપર જોખમી રીતે ડ્રાઇવિંગ કરનાર ટ્રક ચાલકને ત્વરિત ઝડપી લેતી મોરબી પોલીસ

- text


વીડિયો વાયરલ થયા બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રક નંબરને આધારે કરી કાર્યવાહી

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ગઈકાલે ગેસના બાટલા ભરેલા ટ્રકને જોખમી રીતે ચલાવતા ટ્રકનો વીડિયો વાયરલ થયા બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રક નંબરને આધારે આ ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર ગેસ ભરેલ ટ્રકને સર્પાકારે ચલાવી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાંઈ તેવા રફ ડ્રાઇવિંગ અંગેનો વીડિયો વાયરલ થતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક નંબરના આધારે મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠળ ગામના વતની અને હાલમાં રાજકોટ ભગવતીપરામા રહેતા ટ્રક ચાલક અનિલ બીજલભાઈ બરબસિયા નામના આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

- text