મોરબીના નાગડાવાસ ગામે જુગારધામ ઝડપાયું, 9 પકડાયા

- text


મોરબી એલસીબી ટીમે કરેલી કાર્યવાહી, 72,500 રોકડા જપ્ત

મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા 9 આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 72,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે હાઈસ્કૂલ પાસે રહેતો આરોપી ઘનશ્યામભાઈ રાણાભાઈ સનુરા નામનો ટ્રક ચાલક પોતાના રહેણાંકમા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવા માટે સુવિધા પૂરી પાડતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરા, સુંદરમભાઇ લક્ષ્મણભાઇ સાંતોલા, રૂપાભાઇ હિરાભાઇ ચાવડા, રાજભાઇ દેવાયતભાઇ ખાંભરા, નારણભાઇ હરીભાઇ ડાંગર, રોહિતભાઇ નારણભાઇ રાઠોડ, આનંદભાઇ માવજીભાઇ ડાંગર, મયુરભાઇ વસંતભાઇ મિયાત્રા અને પ્રેમજીભાઇ અવચરભાઇ ચાવડા નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. એલસીબી ટીમે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 72,500 કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતોમ

- text