વાંકાનેરના ધરમનગર ગામના રોડ-રસ્તા અને ગટરની સમસ્યા બાબતે ટીડીઓને રજૂઆત

- text


વાંકાનેર : તાલુકાના ધરમનગર ગામે રોડ-રસ્તા અને ગટરની સમસ્યાને લઈને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક આ સમસ્યા દુર કરવા માંગ કરી છે.

ધરમનગર ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ધરમનગર ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાય છે. ચોમાસાની સિઝનમાં ગંદા પાણીના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ગામ લોકોને ભય સતાવી રહ્યો છે. તેથી તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માંગ કરાઈ છે. સાથે જ ગામના ઘણા વિસ્તારમાં આરસીસી રોડ અધુરા મૂકી દેવામાં આવ્યા છે. સંધી સોસાયટી અને 100 વારીયા વિસ્તારમાં આરસીસી રોડ બનાવાયા નથી. તેમજ પંચાસર રોડ પર આવેલી વિધાતા સિરામિકનું ગંદુ પાણી રોડ પર કાઢવામાં આવતું હોવાથી આસપાસ રહેતા લોકોને તકલીફ ભોગવવી પડી રહી છે. તેથી આ ગંદુ પાણી તાત્કાલિક ધોરણ બંધ કરાવવામાં આવે. આખી ધર્મનગર સોસાયટીમાં ચાલવા જેવી સ્થિતિ નથી. તેમજ ખોડિયાર સોસાયટી, ગાયત્રી સોસાયટી (ધરમનગર)માં પણ આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આ અંગે યોગ્ય પગલાં ભરવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.

- text

- text