મોરબીમાં પલ્સ ઇન્ડિયા કં.માં ફસાયેલા નાણા પરત અપાવવા એજન્ટોની ધારાસભ્યને રજુઆત

- text


મોરબી : મોરબી જિલ્લામાં પલ્સ ઇન્ડિયા લિમિટેડના એજન્ટ મિત્રોએ કંપનીમાં પોતાના ફસાયેલા નાણાં સરકાર મારફત પરત અપાવવા મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરી હતી.

જેમાં તેઓએ જણાવ્યું કે કંપનીમાં 2013થી લોકોના રૂ.49 હજાર કરોડ ફસાઈ ગયેલા છે. મોરબી જિલ્લાના અનેક એજન્ટ મિત્રો પૈસા આમાં ફસાયેલા છે. જો સરકાર આ મામલે આગળ કાર્યવાહી કરે તો અનેક લોકોને પોતાના પૈસા પરત મળી શકે તેમ છે. જેથી આ મામલે ધારાસભ્ય સરકારમાં રજુઆત કરે તેવી માંગ છે.

- text

- text