20 જુલાઈના રોજ પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ સુધી જ જશે

- text


 

મોરબી : દક્ષિણ રેલ્વેના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ આવતીકાલે તારીખ 20 જુલાઈના રોજ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text

તેથી ટ્રેન નંબર 20909 કોચુવેલી–પોરબંદર એક્સપ્રેસ 23 જુલાઈના રોજ કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંશન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી–એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

- text