હળવદમાં ૧૦ જીઆરડી જવાનોને છુટા કરી દેવાયા

- text


 

ફરજમાં બેદરકારી બદલ લેવાયો નિર્ણય : હવે નવી ભરતી કરાશે

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની મદદ માટે જીઆરડીના જવાનોની નિમણૂકો કરવામાં આવી હતી.જોકે ફરજમાં બેદરકારી દાખવનાર 10 જીઆરડી જવાનોને છૂટા કરી દેવાનો હુકમ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની મદદ માટે જીઆરડીના જવાનોની માનદ વેતન સાથે ભરતી કરવામાં આવતી હોય છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 100 જેટલા જીઆઇડી જવાનો ફરજ બજાવી રહ્યા છે.સાથે જ કેટલાક જીઆરડી જવાનોને નાઈટ દરમિયાન જે પોઇન્ટ ફાળવવામાં આવતો હોય છે ત્યાં જઈને માત્ર ફોટો પાડી લોકેશન અધિકારીને સેન્ડ કરી ઘરે પરત જતા રહેતા હોવાનું અધિકારીના ચેકિંગ દરમિયાન સામે આવ્યું હતું.જેથી આવા જીઆરડીના જવાનોને નોટિસો પણ આપવામાં આવી હતી.

- text

તેમ છતાં પણ ફરજમાં બેદરકારી દાખવનાર જીઆરડી જવાન ચૌહાણ રામજીભાઈ ભુપતભાઈ, માણેકી અસ્પાકભાઈ સરફરાજભાઈ, કણજરીયા રમણીકભાઈ અરજણભાઈ, દલવાડી કાળુભાઈ કાનજીભાઈ, ઠાકોર લવજીભાઈ સોમાભાઈ, કટોણા લવજીભાઈ સમરતભાઈ, રાઠોડ લખનભાઈ બેચરભાઈ, ચાવડા હસમુખભાઈ કેશવજીભાઈ, દલસાણીયા જયંતીભાઈ ઉકાભાઇ, ટીઆરબી પરમાર આરતીબેન પરસોતમભાઈ સહિતનાને છુટા કરી દેવાયા છે.

એક મહિના પહેલા પણ સાત જીઆરડી જવાનોને છૂટા કરી દેવાયા હતા

ગત તારીખ 20/6/2023ના રોજ પણ ફરજમાં નિષ્ક્રિય રહેલા સોલંકી કેશુભાઈ ત્રિકુભાઈ, સોલંકી જગદીશભાઈ દેવજીભાઈ, સોલંકી અરવિંદભાઈ મનજીભાઈ, સાહમદાર સલીમભાઈ અયુબશા, કણજારીયા કમલેશભાઈ પ્રેમજીભાઈ, સેફાત્રા ઝાલાભાઇ કાળુભાઈ, સેફાત્રા પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ સહીત સાત જીઆરડી જવાનોને છૂટા કરી દેવાયા હતા.

- text