વાડી રે માયલો લીલુડો ગાંજો… વાંકાનેરના તરકિયામા ગાંજાનું વાવેતર પકડાયું

- text


પોલીસે રૂપિયા 6,34,500ની કિંમતના લીલા ગાંજાના 326 છોડ કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકામા નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર અને વેચાણ છાસ વારે પકડાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાં વાડીમાં વાવેલ લીલા ગાંજાના જંગી જથ્થા સાથે વાડી માલિકની ધરપકડ કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં ઢોરા વાળી વાડીમા આરોપી ભીખુભાઇ પોલાભાઈ ડાભીએ નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી લીલા ગાંજાના 326 છોડ, વજન 63 કિલોગ્રામ 450 ગ્રામ કિંમત રૂપિયા 6,34,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text