મોરબીના રજવાડી રેલવે સ્ટેશનની રૂ.8 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

- text


રાજશાહી વખતની મૂળ ઇમારતને યથાવત રાખી જર્જરિત ભાગનું રીનોવેશન કરશે

મોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનું જાજરમાન સમાન મુખ્ય રેલવે સ્ટેશનનો અમુક ભાગ જર્જરિત થઈ ગયું હોય આ રેલવે સ્ટેશનનું રીનોવેશન કરવા માટે અમૃત ભારત અંતર્ગત મોરબી રેલવે સ્ટેશનની પસંદગી ઉતારવામાં આવી છે અને આ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. જેમાં રાજશાહી વખતની મૂળ ઇમારતને યથાવત રાખી જર્જરિત ભાગનું રીનોવેશન કરશે.

મોરબીના રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનું 8 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. આ અંગે રેલવેના સિવિલ વિભાગના અધિકારી શ્રવણ ધ્રુવએ જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશન હેરિટેજ હોવાથી જૂનું ઐતિહાસિક રેલવે સ્ટેશનને મૂળ સ્વરૂપમાં જ રાખી તોડફોડ નહિ કરીને જ્યાં જ્યાં જર્જરિત ભાગ દેખાશે તેનું રીનોવેશન કરવામાં આવશે. તેમજ રેલવે સ્ટેશનના બગીચાને પણ ડેવલપ કરવામાં આવશે. સાથે સાથે બને તરફના ગેઇટને થોડા દૂર લઈ જઈ બગીચા અને પાર્કિગને વિકસવામાં આવશે. તેમજ હાલ એક મુખ્ય પ્લેટફોર્મ હોય હવે વધારાના 16 મીટરના ફાયબરના 8 પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

હાલમાં મોરબી રેલવે સ્ટેશન ખાતે 24 ડબ્બાના પ્લેટફોર્મની લંબાઈ હોય તેને યથાવત રાખવામાં આવશે હાલ બે પાણીના પરબ હોય હવે વધારાના ત્રણ પાણીના પરબ, ટોયલેટ, સહિતનું હાલ આ કામ ચાલી રહ્યું છે જે, આગામી માર્ચ સુધીમાં આ કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે. તેમજ સ્ટેશન પર અત્યારે 3 ટ્રેક છે આવનારા સમયમાં ચોથો ટ્રેક પણ બનાવશે અત્યારે જે રીતે રેલવે સ્ટેશનનો વિકાસ રહ્યો છે તે જોઈને મોરબીથી હવે લાંબા અંતરની ટ્રેનો શરૂ થવાની આશા જાગી છે.

- text

- text