અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાતા મોત

- text


વાંકાનેરના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ

વાંકાનેર : મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોલ સ્ટાર સિરામિક ફેકટરીમાં કામ કરતા પુનમસિંગ ડામોરના અઢી વર્ષનાં પુત્ર સોહનને તા.11ના રોજ કૂતરાએ ગંભીર રીતે બચકા ભરી ઇજાઓ પહોંચાડતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text