વાંકાનેર નજીક ટ્રકના ચોરખાનામાં છુપાવેલ ૨૦૧૬ બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


 

એલસીબીની કાર્યવાહી : રૂ. ૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે : એકની ધરપકડ, અન્ય એકનું નામ ખુલ્યું

વાંકાનેર : મોરબી એલસીબીએ વાંકાનેર પાસેથી ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૦૧૬ કી.રૂ. ૨,૮૭,૫૮૦/- સાથે એક આરોપીને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે વાંકાનેર -થાન રોડ તરફથી એક ટાટા ટ્રક નંબર-GJ-14-2-0224 વાળી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. તેવી સચોટ મળેલ હકિકત આધારે વાંકાનેર-ચંદ્રપુર રોડ ઉપર હકિકત વાળી ટ્રકની વોચ ગોઠવતા આ ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે દિલીપભાઇ જગમાલભાઇ પઢારીયા ઉ.વ. ૩૮ રહે. હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરૂ સોસાયટી ૨૫- વારીયા શેરીવાળો ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક શખ્સ ધવલભાઇ કિશોરભાઇ વાઢેર રહે. રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા, જુના જકાતનાકા પાસે શિવપરાવાળાનું નામ ખુલ્યું હતું.

- text

ટ્રકમાંથી મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૮૪ કી.રૂ. ૩૧,૫૦૦/- , મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૨૨,૮૦૦/- , મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૩૬ કી.રૂ.૩૩,૬૦૦/- , ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૩૨ કી.રૂ.૪૭,૫૨૦/-, ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૯૬ કી.રૂ.૧૭,૭૬૦/-, ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૮૪ કી.રૂ.૩૮,૪૦૦/-, બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૯૨ કી.રૂ.૨૮,૮૦૦/- ડીસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૬૭૨ કી.રૂ.૬૭,૨૦૦/- એમ બોટલો નંગ-૨૦૧૬ પેટીઓ નંગ-૬૪ ની કી.રૂ.૨,૮૭,૫૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૭,૯૩,૦૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, PSI કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ જોડાઈ હતી.

- text