ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં 182 વિદ્યાર્થીઓ ગેરહાજર 

- text


ધોરણ-10માં બેઝિક ગણિતમાં 181 ગેરહાજર, ધોરણ-12માં એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા 

મોરબી : મોરબી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષામાં આજે તા.10ના રોજ ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બન્ને ધોરણમાં 182 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લા શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા મુજબ આજે લેવાયેલ ધોરણ -10ની બેઝિક પરીક્ષામાં ગુજરાતી મીડિયમના 1049 અને અંગ્રેજી માધ્યમના 17 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જે પૈકી ગુજરાતી મીડિયમના 180 અને અંગ્રેજી મીડિયમના 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જયારે ધોરણ 12માં ગણિતના પેપરમાં નોંધાયેલ 9 વિદ્યાર્થી પૈકી 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.

- text

- text