શીવપુરમાં માતાજીના મઢ પર તો દીઘડીયામાં મકાન પર વીજળી પડી

- text


હળવદ : આજે વહેલી સવારે વરસાદની સાથે હળવદના જુદા જુદા બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાના બનાવો સામે આવ્યા છે જોકે વીજળી પડવાથી કોઈ જાનહાની ન થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હળવદમાં શનિવારે બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદની સાથે વીજળીના પણ કડાકા ભડાકા જોરદાર થઈ રહ્યા છે. આજે રવિવારે વહેલી સવારે વરસાદની સાથે શિવપુર ગામે વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ધરમશીભાઈ નારણભાઈ ધોરીયાણી ના મકાનની બાજુમાં ધોરિયાણી પરિવારના માતાજીના મઢના ધાબા પર વીજળી પડી હતી જોકે વીજળી પડવાના કારણે ધાબાને કરેલ પ્લાસ્ટરના પોપડા ખરી ગયા હતા જ્યારે મકાનમાં અને માતાજીના મઢમાં ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતા

- text

જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા દીપકભાઈ રાણાભાઇ દેવીપુજકના મકાન પર પણ આજે વહેલી સવારે વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે મકાનનો કઠોળો થોડો પડી ગયો હતો.આમ હળવદ તાલુકામાં આજે એક જ દિવસમાં વીજળી પડવાના જુદા જુદા બે બનાવો સામે આવ્યા છે.

- text