હળવદના હોમગાર્ડ જવાનનું પીઆઈ દ્વારા સન્માન

- text


હળવદ : હળવદ હોમગાર્ડ યુનિટમાં સારી કામગીરી કરનાર જવાનનું પીઆઈ વી.પી.ગોલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ હોમગાર્ડમાં નિડર અને સત્યનિષ્ઠાથી ફરજ બજાવનાર ગોપાલભાઈ ડાભી નામના જવાનનું પીઆઈ વી.પી.ગોલ દ્વારા સન્માન કરાયું હતું, સન્માન બદલ હળવદ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડીંગ જે.વી. ચાવડાએ પણ હોમગાર્ડ જવાન ગોપાલભાઈ ડાભીને શુભેચ્છા આપી વી.પી. ગોલનો આભાર વ્યક્ત કર્યો છે. અને અન્ય સભ્યો પણ સારી કામગીરી કરીને યુનિટનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી છે.

- text

- text