મોરબીમાં નંબર વગરના બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરો, એસપીને ધારાસભ્યોની સૂચના

- text


એસપી કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય અમૃતિયા અને પ્રકાશ વરમોરાએ દાદાગીરી, લુખાગીરી, બે નંબરના ઘંઘા બંધ કરવા અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સૂચના આપી

મોરબી : મોરબીની એસપી કચેરી ખાતે આજે જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નંબર વગરના દોડતા ડમ્પરો સામે પોલીસને કડક કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી. તેમજ ધારાસભ્ય અમૃતિયા અને પ્રકાશ વરમોરાએ દાદાગીરી, કોઈપણ બે નંબરના ઘંઘા બંધ કરવા અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સૂચના આપી હતી.

એસપી કચેરી ખાતેની સંકલનની બેઠકમાં ધારાસભ્યો તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી મોરબી જિલ્લામાં શાંતિ સ્થાપવાની એસપી સમક્ષ રજૂઆત કરી હતી. આ તકે ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું કે, એસપી સાથેની આજની બેઠકમાં તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા વિશે ગહન ચર્ચા વિચારણા થઈ હતી. તેઓ તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જિલ્લાનું પોલીસ ડિપાર્ટમેન્ટ સારી રીતે કામ કરે અને કોઈપણ સામન્ય વ્યક્તિ ફરિયાદ લઈને જાય તો તુરંત એના ઉપર એક્શન લેવાય તે માટે ચર્ચાઓ કરી હતી અને પોલીસ સારી રીતે કામ કરે છે અને ગમે તે વ્યક્તિને અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈને પોતાની કોઈપણ ફરિયાદ નોંધવાની છૂટ છે અને પોલીસ તરત એના ઉપર એક્શન લેશે. તેમજ મોરબીમાં લુખ્ખાગીરી કે દાદાગીરી કે કોઈપણ બે નબરના ધંધા ઉપર તરત જ એક્શન લેવાશે. મોરબી જિલ્લાના લોકો શાંતિથી ધંધો કરી શકે અને કોઈ રંજાડ ન કરે તે માટે પોલીસ સક્રિય છે. સાથેસાથે તેમણે ખનિજચોરી વિશે પણ વિસ્તૃત ચર્ચા કરીને જે પણ કાંઈ નબર વગરની ગાંડીઓ ચાલતી હોય તે તે ખોટું કામ કરે છે તેમ માનીને પોલીસ આવા નંબર વગરના ચાલતા કોઈપણ વાહનોની શહે શરમ રાખ્યા વગર પોલીસ એની સામે કડક કાર્યવાહી કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text

જ્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આજે જિલ્લાની સંકલન બેઠકમાં ધારાસભ્યો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વિશે ચર્ચા થઈ અને ધારાસભ્યોની રજુઆતને ધ્યાને લઇ પોલીસ તરત કાર્યવાહી કરશે સાથેસાથે જિલ્લામાં માર્ગ અકસ્માત તેમાંય હિટ એન્ડ રનના બનાવો સતત વધતા હોય એ ગંભીર અકસ્માતના બનાવો ટાળી શકાય અને અણમોલ માનવ જિંદગીને બચાવી શકાય તે માટે પોલીસ પૂરતી તકેદારી રાખશે. તેમ તેઓએ જણાવ્યું હતું.

- text