સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ

- text


વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા મોરબી સંસ્કૃત ભારતીની અપીલ

મોરબી : સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2023-24 માટે વધુ ને વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવે તે માટે સંસ્કૃત ભારતી મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.

સંસ્કૃત ભારતી મોરબી દ્વારા જણાવાયું છે કે, વિદ્યાર્થીઓને સત્વરે પુસ્તક મળે તે માટે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવી લેવું. જે વિદ્યાર્થીઓની એક સાથે બે પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો તે પણ શક્ય છે. જો આપની સંસ્થા પહેલા આ પરીક્ષામાં જોડાઈ હતી તો આપને આપની સંસ્થાની જૂની એક્સલ ફાઈલ પણ મળશે જેને ખાસ ડાઉનલોડ કરી લેવી. જે સંસ્થાઓએ અત્યાર સુધી ક્યારેય રજિસ્ટ્રેશન કર્યું નથી તે એક વખત આ સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર કરતી પરીક્ષા અવશ્ય આપવી. પરીક્ષાની બધી જ સૂચનાઓ એપ્લિકેશન પરથી મળી રહેશે જેના માટેની લિંક https://play.google.com/store/apps/details?id=com.samskritabharti છે. મોરબી જિલ્લાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગોઠવવા માટે જયદીપભાઈ-9712232086 (ગૌરવ પરીક્ષા સંયોજક), કિશોરભાઈ-9825741868 (જનપદ સંયોજક), મયુરભાઈ-9825633154 (જનપદ સહ સંયોજક) સંસ્કૃત ભારતી મોરબીનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text