મોરબીની હજનાળી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી

- text


મોરબી : આજે તારીખ 7 જુલાઈના રોજ મોરબીની હજનાળી પ્રાથમિક શાળાના 72મા વર્ષમાં મંગલ પ્રવેશને શાળા પરિવાર અને ગ્રામજનોએ અનોખી રીતે વધાવ્યો. જેમાં ગામના અગ્રણી તથા શાળાને હંમેશા સહયોગ આપનાર જીવણભાઈ સુતરીયાએ તેઓની પૌત્રી ત્યાગીબેનના જન્મદિવસ નિમિત્તે શાળાના સ્થાપના દિવસ અંતર્ગત શાળાની જરૂરિયાત અનુસાર મોટું બ્લુટુથ સ્પીકર ભેટ આપ્યું હતું. આ ઉપરાંત ગામના સરપંચ મહેશભાઈ પારેજીયાએ પણ શાળાને એંકરીંગ ટેબલ ભેટ આપી શાળાના સ્થાપના દિવસને વધાવ્યો હતો.

આ ઉપરાંત હાજર ઉપસરપંચ રસિકભાઈ પરમાર, સંજયભાઈ પારેજીયા, રમેશભાઈ પરમાર, વશરામભાઈ પટેલ, જેન્તીભાઈ ભટ્ટી, પૂર્વ આચાર્ય ગૌતમભાઈ ટુંડિયા અને હેમરાજભાઈ સાણંદિયાએ પણ રોકડ આર્થિક સહયોગ આપી શાળા સ્થાપના દિનને વધાવ્યો હતો. શાળાના શિક્ષક ગૌતમભાઈ ટુંડિયાનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. જેમાં ગૌતમભાઈ ટુંડિયાએ શાળાને રોકડ રૂપિયાનું દાન ઉપરાંત બાળકોને જમણવારની જાહેરાત કરી હતી.

શાળાના સ્થાપના દિનને વધાવવા શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ ઉપરાંત શાળામાં નવા આવેલ શિક્ષક ચાવડા અશ્વિનભાઈ અને નવા નિમાયેલા આચાર્ય સંજયભાઈ ગઢવીને પણ શાળા પરિવાર વતી સત્કારવામાં આવ્યા હતા. હાજર દાતાઓનું સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેની સમગ્ર મહેનત શાળાના શિક્ષકો અમિતભાઈ ખાંભરા, મોહિતભાઈ ચનિયારા, ગોરધનભાઈ પરમાર તથા અશ્વિનભાઈ ચાવડાએ કરી હતી. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પીઠડિયા સપનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના શિક્ષક અમિતભાઈ ખાંભરાએ કાર્યક્રમની આભારવિધિ પુર્ણ કરી શાળા તરફથી બાળકોને પફનો નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text

- text