મોરબીમાં ભૂલા પડેલા પરિણીતાનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ 181

- text


માનસિક અસ્વસ્થ પરિણીતાને અભયમ સ્ટાફે હૂંફ આપી

મોરબી : મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે ભૂલા પડેલા માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પરિવારજનોને મીઠો ઠપકો પણ આપ્યો હતો.

મોરબી 181 મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે ફોન કરી જણાવેલ કે એક મહિલા ભૂલા પડી ગયા છે માટે પીડિતાની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન વાન બોલાવી હતી. ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર રાધિકા અસારી મહિલા કોન્સ્ટેબલ રીટાબેન અને પાયલોટ રાજભાઈ સાથે પહોંચેલ અને પીડિતા બેનનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેમના 3 ભાઈઓ અને પીડિતા સહિત 3 બહેનો છે જેમાં એક ભાઈ દ્વારા દરરોજ તેમને મેણા ટોણા મારવામાં આવે છે. અપશબ્દો બોલે છે, ભાઈ નાની નાની બાબતમાં પીડિતાને બોલ્યા કરે છે.

વધુમાએ પીડિતાનાં લગ્નને આશરે 17 વર્ષ થયા હોવાનું અને સંતાનોમાં એક દિકરી 15 વર્ષ તેમજ એક દીકરો 8 વર્ષનો હોવાનું જણાવી પીડિતાના પતિ મુંબઈ નોકરી કરતા હોવાનું અને પીડિતાની તકલીફના કારણે પતિ તેમને પિયરમાં મૂકી ગયાં હોવાનું જણાવી ભાઈ વારંવાર બોલ્યા કરતા હોવાથી તે પોતાના ઘરેથી સાંજે નીકળી ગયા હતા પરંતુ રસ્તો ભૂલી ગયા હોવાનું કાઉન્સિલિંગમાં કહ્યું હતું.

- text

પીડિતાએ પોતે મોરબીના જ હોવાનું અને વાવડી મેઈનરોડમાં તેમને પોતાના ઘરની શેરી યાદના હોવાનું જણાવતા અભયમ ટીમે દોઢ કલાકની શોધખોળ બાદ ત્યાંના રહેવાસીઓની પૂછપરછ કર્યા બાદ પીડિતાના ઘરને શોધી કાઢ્યું હતું. જો કે, તેમના એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ગુમશુદા ફરિયાદ નોંધવા માટે નીકળવાના હોય 181 ટીમને જોઈ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પીડિતાના માતા પિતા પણ જણાવેલ કે થોડી માનસિક તકલીફ નાં કારણે હાલ બહેનની દવા ચાલુ છે. તેઓ ઘરેથી મંદિર સિવાય ક્યાંય જતા નથી પરંતુ સાંજની નીકળી ગયેલ છે શોધખોળ ચાલુ હતી ત્યાં જ 181 ટીમ પીડિતાને ઘરે મુકવા જતા અભયમ ટીમનો માતા પિતા તથા ભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો તથા ઘરના કોઈ સભ્યએ પીડિતા સાથે ઘરની બહાર જવા માટે સમજાવવામાં આવ્યા હતા તથા તેમના એક ભાઈ જે પીડિતાને સરખું ના રાખતા હોય તેઓને 181 ટીમ દ્વારા પીડિતાને કઈ પણ ના બોલવા તથા સંભાળ રાખવા ઠપકો આપવામાં આવ્યો હતો.

- text