દાદુ ફાઉન્ડેશન દ્વારા વિરપર શાળામાં લંચબોક્સ અને વોટર બોટલનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીના દાદુ ફાઉન્ડેશન દ્વારા ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધો.1માં અભ્યાસ કરતા તમામ બાળકોને લંચબોક્સ તેમજ વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ કુલદીપ ચાવડા હાજર રહ્યા હતા તેમજ બાળકોને જીવનમાં ખુબ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યમાં સહકાર આપવા બદલ શાળાના તમામ શિક્ષકોનો દાદુ ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text