લાયન્સ ક્લબ અને લિયો ક્લબ મોરબી સીટીના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીની હોટલ લોર્ડસ ઈકો ઈન ખાતે લાયન્સ ક્લબ મોરબી સીટી તેમજ લિયો ક્લબ ઓફ મોરબી સીટીના વર્ષ 2023-2024ના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.

જેમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ તરીકે કેશુભાઈ દેત્રોજા (મેતાજી), સેક્રેટરી તરીકે લાયન ટી.સી. ફૂલતરીયા, ખજાનચી તરીકે લાયન મણિલાલ કાવર તેમજ લિયો કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ તરીકે ભાવિસા સરડવા, સેક્રેટરી તરીકે લિયો બંસી રૂપાલા ,ખજાનચી તરીકે લિયો સાવનની નિમણૂક કરવામાં આવી હતી. નવા નિમણૂક થતાં હોદેદારોએ લાઈન્સ ઇન્ટરનેશનલના ધારા ધોરણ મુજબ શપથ લેવાના હોય છે. ત્યારે ભુજથી પધારેલ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232J ના દ્વિતીય વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર લાયન અભયભાઈ શાહ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

જ્યારે લિયો ક્લબ અને લાયન્સ ક્લબમાં નવા જોડતા મેમ્બરનું ઇન્ડક્શન મોરબીનાં વતની અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જે ના પૂર્વ ગવર્નર રાજુભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શપથવિધિ સમારોહમાં લાયન્સ કલબ ઓફ મોરબી મેઈન, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ માંથી ઝોન ચેરપર્શન લાયન મનીષ પારેખ ,નજરબાગ પ્લસ લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનમાંથી રીજીયન ચરેપર્શન દિગ્વિજયસિંહ ચુડાસમા, ઝોન ચેરપર્શન લાયન દીપકભાઈ પ્રજાપતી લાયન્સ ક્લબ ઓફ થાનગઢથી ઝોન ચેરપર્શન લાયન પ્રવીણ પૂજારા,રિજીયન ચેરપર્શન ધર્મવિરસિંહ જાડેજા સહીતના મહેમાનો હાજર રહ્યા હતા. તેમજ  ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉદ્યોગપતિ, બિલ્ડર્સ એવા લાયન ડી. એલ.રંગપરિયા હાજર રહ્યા હતા.

- text

આતકે ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જે નાં પ્રથમ વાઇસ ગવર્નર લાયન રમેશ રૂપાલાએ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા સમાજના જરૂરિયાત વાળા લોકોને નિસ્વાર્થ ભાવે સેવા પહોચાડવા બદલ સમગ્ર ટીમની સેવાકીય પ્રવૃતિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે નવનિયુક્ત ટીમને સમાજના છેવાડાનાં માનવી સુધી સેવાનો વ્યાપ વધારવા પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયાબિટીસ ચેરપર્શન મોરબીનાં જાણીતા ડૉ. જયેશભાઈ પટેલ તથા ઋતિક બારા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text