મોરબી સુખડીયા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી ખાતે દશા શ્રીમાળી સુખડિયા સમાજ દ્વારા વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજરી આપી હતી અને દશા શ્રીમાળી મોરબી સુખડિયા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સન્માન સમારોહમાં કાંતિભાઈ અમૃતિયાના હસ્તે તેમજ મોરબી સુખડીયા સમાજના ટ્રસ્ટી મંડળ, ખિમાભાઇ મકવાણા, રાજેશભાઈ કાલાવડીયા, સંજયભાઈ શેઠ, પ્રવિણભાઇ અમદાવાદી, નવીનભાઈ માડલીયા, કાનાભાઇ ખંભાતી, કમલેશભાઈ મકવાણા સમાજના આગેવાનો તેમજ પ્રમુખ વિપુલ ભાઈ અમદાવાદી, ઉપપ્રમુખ જયેશભાઈ મકવાણા, મંત્રી કૃપાલભાઇ શેઠ, સહમંત્રી હિરેનભાઇ પડધરીયા, ખજાનચી ભાવિનભાઇ ગોયાણી, તેમજ તમામ કારોબારી સમિતિની ઉપસ્થિતિ મા સરસ્વતી માતાજીને દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી.

સુખડીયા સમાજના આગેવાનો દ્વારા કાંતિભાઈ અમૃતિયાને ફૂલ ગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ધોરણ – 12મા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોરબી સુખડીયા સમાજના ધોરણ 5 થી 12ના વિધાર્થીઓ જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ ટકાવારી મૂજબ સમાજના દાતાઓ અને આગેવાનો દ્વારા વિધાર્થીઓને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સુખડીયા સમાજના પૂર્વ સમાજ સેવક વડીલોને પણ શાલ અને ફૂલ ગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાંતિભાઈ અમૃતિયાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી આવનારા ભવિષ્યની કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આર્થિક મદદ કરવા તૈયારી દર્શાવી હતી. આ સરસ્વતી સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ સુખડીયા સમાજનું જ્ઞાતિ જમણ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક વિદ્યાર્થીઓને ફૂલસેપ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. કેજીનાં દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજની કારોબારી સમિતિ, એકટીવ ગૃપ, યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text