મોરબીના માળીયા ફાટકે ટ્રક હડફેટે વૃદ્ધ બાઇક્સવારનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક ચાર રસ્તા નજીક ગત તા.26 જૂનના રોજ મોરબીની પ્રભુકૃપા રેસિડેન્સીમાં રહેતા મનસુખભાઇ હિંગળાજીયા ઉ.65 નામના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે ટાટા ટ્રક નંબર GJ-03-BW-8778ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ હિંગળાજીયા અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text