વાંકાનેર ફાયરિંગ બટ વિસ્તારમાં 31 જુલાઈ સુધી પ્રવેશબંધી

- text


મોરબી : રાજકોટ ઘંટેશ્વરની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘ઈ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી.’ કંપનીના અધિકારી, જવાનોની વર્ષ-2023ના બીજા તબક્કાની અલગ-અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરિંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય તા.31 જુલાઈ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

- text

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરિંગ બટ વિસ્તારમાં તા.31 જુલાઈ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.

- text