મોરબીમાં અંડર-14 અને અંડર-17 માટે ફૂટબોલ સ્પર્ધા યોજાશે, 6 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી લેવું

- text


અંડર -14 ભાઈઓ અને અંડર-17 ભાઈઓ,બહેનો માટે સુબ્રટો ફૂટબોલ સ્પર્ધાનું આયોજન

મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા 2023 -24નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોરબી જિલ્લાના સબ જુનિયર ભાઇઓ, જુનિયર ભાઇઓ અને જુનિયર બહેનો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાની સીધી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. 6-7-2023 સુધીમાં શાળાની એન્ટ્રી મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતિ પ્રિ સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2 ખાતે કરવાની રહેશે.

- text

આ સ્પર્ધામાં સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર ભાઇઓ અંડર-14માં જન્મ તારીખ 1-1-2010 પછી જન્મેલા ખેલાડી ભાગ લઇ શકશે અને સુબ્રટો ફૂટબોલ જુનિયર ભાઇઓ, બહેનો અંડર-17માં જન્મ તારીખ 1-1-2007 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે તેમ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text